અમરેલી

લાઠી તાલુકા માં મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ની ઉજવણી શરૂ થઇ

અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર.કે. જાટ ની સૂચનાથી અને ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા માં મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ છે. ફેઝ ૪ અંતર્ગત સાત દિવસ સુધી ચાલુ રહેનાર આ કાર્યક્રમ માં આરોગ્ય કાર્યકરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, સુપર વાઈજરો અને આશા ની ટીમ બનાવી અંતરિયાળ વિસ્તારો માં રહેતા, કોરોના મહામારી, અંધશ્રદ્ધાને લીધે  કે કોઈ પણ કારણોસર રસીકરણ થી વંચિત રહેલા બાળકો ને તેમના ઘરે જઈ વાલી ને સમજાવી રસીકરણ નો લાભ આપવાનું આયોજન કરેલ છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) ના પ્રતિનિધિઓ એ પણ મુલાકાત લઈ કાર્યક્રમ ની સમીક્ષા કરી ઉપયોગી સૂચનો કર્યા હતા. આ અભિયાન ને સફળ બનાવવા ડો. મુકેશ સિંઘ, ડો. સાગર પરવડીયા, ડો. રોહિત ગોહિલ, ડો. શીતલ રાઠોડ, ડો. હરિવદન પરમાર વગેરે તબીબો એ સઘન સુપરવિઝન કરી કચેરી ના તમામ કર્મચારીઓ એ વિશેષ જહેમત ઉઠાવી  હતી.

Related Posts