લાઠી તાલુકા માં વિશ્વ માસિકસ્રાવ સ્વચ્છતા દિવસ ની ઉજવણી થઈ
અમરેલી ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો આર એમ જોશી અને આર સી એચ ઓ ડૉ સાલવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ માસિકસ્રાવ સ્વચ્છતા દિવસ નું ઊજવણી કરવા માં આવી. જેમાં કિશોરીઓ ને માસિકસ્રાવ ના દિવસો દરમિયાન રાખવામાં આવતી કાળજી, વધુ માસિકસ્રાવ ને લીધે થતા લોહીની ઉણપ જન્ય રોગો, સેનેટરી પેડ ની ઉપયોગીતા અને માસિકસ્રાવ અંગે લોકોમાં રહેલી ગેરસમજો દૂર કરવા વિશે માહિતી આપી કિશોરીઓ ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા આરોગ્ય શિક્ષણ ની પ્રવૃતિ કરવા માં આવી હતી. વિશાલ ડોડીયા લાઠી
Recent Comments