લાઠી તાલુકા માં સૂપોષીત શિશુ મિશન નો આરંભ
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. એમ પી કાપડિયા ની સૂચના થી ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા માં સૂપોશિત શીશું મિશન નું આયોજન થયેલ છે. જેમાં ડો. હરિવદન પરમાર અને લાઠી આર બી એસ કે ટીમ ના સભ્યો દ્વારા નવજાત શિશુ ની ગૃહ મુલાકાત કરી આરોગ્ય તપાસ અને માનવમિતી ની નોંધ કર્યા બાદ ઓડિયો વીડિયો ના માધ્યમ થી સુધારેલી સ્તનપાન પદ્ધતિ અને કાંગારુ મધર કેર વિશે પ્રસૂતા અને તેના ઘર ના સભ્યો ને આરોગ્ય શિક્ષણ આપવા માં આવે છે. ઉપરાંત, કુપોષણ નિવારવા પોષક આહાર, વિકાસ અને વૃદ્ધિ ના નિયત સીમાચિહ્નો અને રસીકરણ અંગે માર્ગદર્શન આપવા માં આવે છે. હાલમાં પ્રારંભિક ધોરણે જન્મજાત ઓછાં વજન વાળા, કુપોષિત અને આરોગ્ય કર્મચારી દીઠ નક્કી કરેલા બાળકો ની નિયમિત મુલાકાત લઈ નિયત સૂચકાંકો ની ઓનલાઈન નોંધણી કરવા માં આવે છે જેનું જિલ્લા કક્ષાએ થી ડો. હેતલ કુબાવત દ્વારા દૈનિક મોનીટરીંગ કરવા માં આવી રહ્યું છે. બાળ મૃત્યુ દર ઘટાડવા અને કુપોષણ દૂર કરવા લાઠી તાલુકા ના આરોગ્ય સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
Recent Comments