સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લાઠી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા જીવીબા વિદ્યાલય અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કેમ્પસમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત ૦.૮૨ ટન કચરો એકત્રિત કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.
જિલ્લામાં ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ એટલે કે, આજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડિંગ, શાળા અને કોલેજ કેમ્પસ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આવતીકાલે ગ્રામ્ય અને શહેરના અનિયમિત વિકસિત અને અવિકસિત વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ યોજાશે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. ઉપરાંત આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ સહિત સૌ જનભાગીદાર બની રહ્યા છે. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ.
Recent Comments