અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જીલ્લામાંથી દારૂની બદીને સદંતર નેસ્ત નાબુદ કરવાસતત પ્રયત્નશીલ રહેલ હોય. જે અનુસંધાને અમરેલી એસઓજી પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.એ. મોરી તથા એસઓજી ટીમ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએસ ચાર્ટર લગત કામગીરી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે ઢસા ગામ તરફથી એક સીલ્વર કલરની વેગન આર ફોર વ્હીલ ગાડી આવે છે અને તે ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ છે. જે અન્વયે મળેલ હકીકતવાળી ફોર વ્હીલ ગાડીની વોચમાં હતા તે દરમિયાન ઢસા ગામ તરફથી એક સીલ્વર કલરની વેગનઆર ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં આવતી હોય. જે ફોર વ્હીલ ગાડીને ઉભી રખાવી રેઈડ કરતા ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની કાચની બોટલો નંગ-18 કિંમત રૂા. 9,360નાં મુદામાલ સાથે રાકેશભાઈ ઉર્ફે ભુરો ચંદુભાઈ ઉંજીયા નામના ઈસમને ઝડપી પાડવામાં આવેલ છે.
લાઠી નજીકથી વિદેશીદારૂની 18 બોટલ સાથે કાર ઝડપી લેવાઈ

Recent Comments