લાઠી પ્રાંત કચેરી દ્વારા ૨૫.૮૯ લાખની સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાત કરાઈ
લાઠી પ્રાંત કચેરી ખાતે મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની કલમ ૩૨-ક અન્વયેનાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાતના બાકી કેસો માટે પ્રાંત કચેરી લાઠી તથા તેમા સમાવિષ્ટ લાઠી તથા બાબરા તાલુકા મામલતદાર કચેરી દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૧ થી આજ તા. ૨૪/૦૯/૨૦૨૧ સુધીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં બાકી કેસો પૈકી બન્ને તાલુકામાં કુલ ૨૨૨ કેસોમાં વસુલાતની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં ૨૨૨ કેસોમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની કુલ રકમ રૂ. ૧૨,૪૨,૨૮૪/-, વ્યાજની રકમ રૂ. ૧૨,૯૧,૩૨૨/- તથા દંડની રકમ રૂ. ૫૫,૫૦૦/- મળી કુલ રકમ રૂ. ૨૫,૮૯,૧૦૬/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ નેવ્યાશી હજાર એકસો છ પુરાની વસુલાત કરવામાં આવી છે.
Recent Comments