લાઠી માર્કેટ યાર્ડ ખાતે તાલુકા પંચાયત લાઠી ની મિશન મંગલમ યોજના દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમ અંતર્ગત આ જીવિક મંડળ ની બહેનો રીવોલ્વીંગ ફંડ તેમજ સી આઈ એફ ફંડ ના ચેક નું વિતરણ કરવા માં આવેલ
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માં સારી કામગીરી કરનાર જુદી જુદી બેક ના મેનેજર ને સન્માનિત કરવા માં આવેલ
ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમ થી આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કર્યો
લાઠી તાલુકા ના મિશન મંગલમ યોજના ના આજીવિકા મંડળ ના સભ્યો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો આ કાર્યક્રમ અંતર્ગત અત્રે ના તાલુકા માં ૩૧ સખી મંડળ ને ૪૬૫૦૦૦ ( ચારલાખ પાછઠ હજાર ) રૂપિયા નું રીવોલ્વીંગ ફંડ તેમજ ૧૪૦૦૦૦ ( ૧૪ લાખ ) નું સી.આઈ.એફ નું ચુકવણું કરવા માં આવેલ રીવોલ્વીંગ ફંડ , સી.આઈ.એફ ફંડ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી ઉષાબેન કે નિમાવત દ્વારા આપવા માં આવેલ
તેમજ આ કાર્યકમ દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ( DAY – NRLM ) આજીવિકા ( સખી મંડળ ) ને આત્માનિર્ભર થવા કેવા કેવા લાભો મળે તેની વિશે વિગતવાર માર્ગદર્શન આસી . પ્રોજેકટ મેનેજર મંગલભાઈ એસ.મુંધવા આપેલ તેમજ સખી મંડળ ને બેંક દ્વારા થતા ફાયદા વિશે સૈરાષ્ટ્ર ગ્રામીણ બેક પીપળવા શાખાના મેનેજર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા માહિતી આપવા માં આવેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી અકબરી સાહેબ દ્વારા તાલુકા ની બહેનો ને ઉપયોગી યોજના વિષે વિસ્તુત થી માહિતી આપેલ સાથો સાથ મુખ્યમંત્રી મંત્રી ઉત્કર્ષ યોજના માં સારી કામગીરી કરનાર સૈરાષ્ટ્ર ગ્રામીણ બેક પીપળવા બીબી , ચાવંડ , દામનગર તેમજ લાઠી શાખા ના બ્રાંચ મેનેજર સાહેબ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ સુનીતાબેન પરમાર તાલુકા પંચાયત સભ્ય શ્રી ઓ ભાગ્યોદય ગ્રુપ ના ચેરમેન ડી ડી ગોદવરિયા
મિશન મંગલમ યોજના એમઆઈ.એસ શ્રી પરમાર તથા પટગીર સહિત સખી મંડળના પ્રમુખ અને મંત્રી તેમજ સખી મંડળ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ તેમજ લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તાર માં પણ ટી , વી માધ્યમ મોટી સંખ્યા માં સખી મંડળ બહેનો પ્રધાનમંત્રી નો સંવાદ કાર્યક્રમ નિહાળેલ હતો
Recent Comments