fbpx
અમરેલી

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા 

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા લાઠી તાલુકા ના છભાડિયા ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ના નવજાત બાળક ને જન્મજાત હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. પ્રાઈવેટ હોસ્પિટલ માં આ રોગ ની સારવાર અને ઓપરેશન માટે અંદાજીત ચાર થી પાંચ લાખ નો ખર્ચ થાય તેમ હતો. આ બાબતે લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર ને જાણ થતાં તેઓએ નવજાત શિશુ ની ઘરે જઈ આરોગ્ય તપાસ કરી, તાત્કાલિક ધોરણે અમરેલી આરોગ્ય વિભાગ માંથી ખર્ચ ની મંજુરી મેળવી, સારવાર અંગે તેના વાલી ને માર્ગદર્શન આપી તે જ દિવસે અમદાવાદની ખ્યાતનામ યુ એન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર માટે મોકલ્યા હતા.

ત્યાં ઇમરજન્સી માં કાર્ડિયાક સર્જનો ની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિ થી તેના હૃદય નું જટિલ ઓપરેશન કરી તેને હૃદયરોગ થી ભયમુક્ત જાહેર કર્યો હતો. હાલ માં તેની સ્થિતિ સંપૂર્ણ નોર્મલ છે. સારવાર અંગે લાભાર્થી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ ઓચિંતા આવી પડેલ આ રોગ ની સારવાર અને મોટા ખર્ચ વિશે ખૂબ ચિંતિત હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમના બાળક ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી, ડો. આર કે જાટ, ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. મિત્તલ શેલિયા, ડો. સાગર પરવડીયા, એમ કે બગડા, બી કે શનિશ્વરા અને આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts