વિધવિધ સામાજિક સંગઠનો સાથે જોડાયેલ , સેવાભાવિ સ્વભાવ ધરાવતા કાંતીભાઈને લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી તરીકે પદભાર મળતા સંગઠન વધુમાં વધુ મજબુત બનશે – હરેશ બાવીશી . લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ઝોન – ચેરપર્સન ઓઈલ મિલ એસોસિએશન , ટ્રાફિક બ્રિગેડ , લેઉવા પટેલ સમાજ એમ વિધવિધ સંસ્થાઓના માધ્યમથી સેવાકાર્યો કરતા અમરેલી સ્થિતિ જાણીતા ઓઈલમિલર , અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઈ વઘાસિયાની લેઉવા પટેલ સમાજ – અમરેલીના પ્રમુખશ્રી તરીકે વરણી થતા ડાયનેમિક ગૃપ – અમરેલી દ્વારા આવકારીને કાંતીભાઈ વધાસિયાને અભિનંદન આપ્યા હતા . આ તકે ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યુ હતુ કે શ્રી કાંતીભાઈ વઘાસિયા લેઉવા પટેલ સમાજના પ્રમુખ તરીકે નિમણુંક થવાથી અમરેલી લેઉવા પટેલ સમાજને સંગઠન અને સેવાને એક નવોજ ઉત્સાહ તથા બળ મળશે . અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી કાંતીભાઈ વઘાસિયા સેવાકિય પ્રવૃતિમાં અગ્રેસર હોવાથી સર્વજ્ઞાતિના હદયમાં સ્થાન ધરાવે છે ત્યારે શ્રી કાંતીભાઈની નિમણુંકથી લેઉવા પટેલ સમાજ અને વિવિધ સંગઠનોમાં સમગ્ર જિલ્લામાં ખુશી વ્યાપી છે .
લાયન્સ કલબનો ઝેડ સી અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઈ વઘાસિયાની લેઉવા પટેલ સમાજના પ્રમુખ તરીકે વરણી

Recent Comments