લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ નો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ એ અમરેલી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા જિલ્લાભરમાં વિવિધ સેવાકીય કાર્યો ઉપરાંત સમાજમાં ઉજવાતા વિવિધ તહેવારો ઉપર નાનામાં નાના વ્યક્તિને પરવડી શકે તેવા ભાવ સાથે રાહત દરે ફટાકડા તેમજ પતંગ દોરા વિતરણના પણ સ્ટોલો કરવામાં આવે છે.
સમાજ જીવનની જરૂરિયાત મુજબ તેમજ છેવાડાના માનવીને વિવિધ સેવાઓ નો લાભ મળી શકે તે માટે આ સંસ્થા કાર્યરત છે.
વર્ષ 2022- 23 ના પ્રમુખ પદ માટે શ્રી રીતેશ સોનીની પસંદગી કરવામાં આવી છે, તેમના અને તેમની ટીમના શપથ ગ્રહણ માટે અમરેલી પંચવટી ફાર્મ મુકામે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહ “દોસ્તી” ના નામ સાથે યોજાયો. આ સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે સારહિ યુથ ક્લબના પ્રમુખ, સેવાના ભેખધારી, તપોવન સારહિ આશ્રમના સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશ સંઘાણી ખાસ ઉપસ્થિત રહયા. સાથોસાથ ખોડલધામ ના ટ્રસ્ટી અને ડિસ્ટ્રિક્ટ 3232 J સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વસંતભાઈ મોવલિયા ની પણ ખાસ ઉપસ્થિતિ રહી. પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ વઘાસિયા અને ઝોન ચેરમેન શ્રી દિનેશભાઇ ભુવા પણ ખાસ હાજર રહયા.
લાયન્સ ક્લબ સિટીના પ્રમુખ ભુપતભાઇ ભુવા, લાયન્સ ક્લબ મેઇનના પ્રમુખ શિવલાલ ભાઈ હાપાણી, લાયન્સ ક્લબ કેંગન માંથી રાજુભાઇ ઝાલાવડિયા ઉપસ્થિત રહ્યા હતા
નામાંકિત વકીલો, ડોક્ટરો, વિવિધ સમાજના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં આ “દોસ્તી” શપથ ગ્રહણ સમારોહ યોજાયો.
આ શપથ ગ્રહણ સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના દરેક સદસ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી આ પ્રસંગ ને વધુ યાદગાર બનાવ્યો હતો. ખુબજ ઉત્સાહ અને આનંદ પૂર્વક આ સમારોહ પૂર્ણ થયો હતો.
શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ સારહિ પરિવાર દ્વારા મુકેશભાઈ સંઘાણીની આગેવાનીમાં નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, વાસ્તુ શાસ્ત્રી, એસ્ટ્રોલોજર શ્રી રોહિત જીવાણી, હરિભાઈ બાંભરોલીયા, અશોકભાઈ જોગાણી, નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન તુષારભાઈ જોષી, શૈલેષભાઈ ચૌહાણ, બ્રહ્મીતસિંહ ચૌહાણ, રાજેશભાઇ માંગરોળિયા, ઋજુલભાઈ ગોંડલીયા, ભગીરથભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ પડસાલા એ નવ નિયુકત પ્રમુખ શ્રી રીતેશ સોની ને શુભેચ્છાઓ આપી હતી અને સન્માન કર્યું હતું.
પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા દ્વારા પણ રિતેશ સોની નું સન્માન કરાયું.
અગ્રણી વકીલ શ્રી અને બ્રહ્મ સમાજના આગેવાન શ્રી ઉદયનભાઈ ત્રિવેદી, જિલ્લા સરકારી વકીલ શ્રી રાજ્યગુરુ સાહેબ, શ્રી બકુલભાઈ પંડ્યા, શ્રી અજયભાઈ પંડ્યા, શ્રી રિપલભાઈ હેલૈયા, શ્રી કમલેશભાઈ સોલંકી એ નવ નિયુક્ત પ્રમુખ શ્રી રીતેશ સોની નું સન્માન કર્યું હતું.
સાવરકુંડલા લાયન્સ ક્લબ રોયલના પ્રમુખ કરશનભાઇ ડોબરીયા અને તેમની ટિમ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ શ્રી રીતેશ સોની નું સન્માન કરાયું. ઊપરાંત સંસ્થાના સૌ સભ્યો અને ઉપસ્થિત આગેવાનો અને મહેમાનો દ્વારા પણ પરિવાર સાથે રીતેશ સોની નું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા, ખજાનચી અરુણભાઈ ડેર, મંત્રી રાકેશ નાકરાણી, વિજય વસાણી, જયસુખ સોરઠીયા, રોહિતભાઈ મેહતા, દિનેશભાઇ કાબરીયા, મુકેશભાઈ કોરાટ, રાજુભાઈ ગઢિયા એ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યેશ વેકરિયા દ્વારા કરાયું હતું, કાર્યક્રમના અંતમાં આભારવિધિ રોહિતભાઈ મહેતા દ્વારા કરાઈ. સૌ સાથે મળી રાષ્ટ્રગીત ગાઈ ને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
Recent Comments