લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના ફટાકડા સ્ટોરનો શુભારંભ
શ્રી કૌશિક વેકરિયા, શ્રી નારણભાઈ કાછડિયા, શ્રી વસંત મોવલિયા, શ્રી ભરત સુતરિયા, શ્રી રાજેશ કાબરિયા, શ્રી અશ્વિન સાવલિયા, શ્રી હિરેન હિરપરા સહિતના આગેવાનોએ હાજરી આપીસામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની સુવાસ ફેલાવનાર લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા દર વરસે રાહત દરે ફટાકડા વિતરણનો સ્ટોર કરવામાં આવે છે. અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક પાસે આવેલા ડો. જીવરાજ મહેતા મલ્ટી પાર્કિંગ એરિયામાં વિશાળ ડોમમાં ક્લબ દ્વારા ફટાકડાનો સ્ટોર બનાવવામાં આવ્યો છે. જેનો શુભારંભ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, કલબ સ્થાપક પ્રમુખ લાયન વસંત મોવાલિયા દ્વારા કરાવવામાં આવ્યો.
આ તકે ક્લબ પ્રમુખ લાયન દિવ્યેશ વેકરિયાએ જણાવ્યું હતું કે ઉત્સવો એ આપણી સંસ્કૃતિની મહાન પરંપરા છે, એમાં દિવાળીનો તહેવાર દરેક ભારતીય માટે અનેરો હોય છે, દિવાળી અને ફટાકડા એકસાથે જોડાયેલા છે. નાગરિકોને રાહત દરે ખ્યાતનામ કંપનીના ફટાકડા મળી રહે અને વિવિધ વેરાયટી એક જગ્યાએ મળી રહે એવું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરિયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હીરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, નગરપાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન શ્રી મનીષભાઈ ધરજીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરેમન શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી સૌરાષ્ટ્ર નાગરિક મંડળી ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયા, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, લાયન કાંતિભાઈ વઘાસિયા, લાયન્સ ક્લબ સીટી પ્રમુખ શ્રી કિશોરભાઈ શિરોયા, લાયન્સ ક્લબ મેઈન પ્રમુખ શ્રી કૌશિકભાઈ હપાણી. શ્રી વનરાજભાઈ કોઠિવાળ હાજર રહ્યા હતા.
ફટાકડાના સ્ટોરમાંથી થયેલી આવક ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવે છે. ધર્મેશ વિસાવળિયા, વિજય વસાણી, અરૂણ ડેર, રિતેશ સોની, દિનેશ કાબરિયા, મુકેશ કોરાટ, સંજય માલવિયા, રોહિત મહેતા, રાજેશ ગઢિયા, જયસુખ સોરઠિયા, કિશોર નાકરાણી અને મનુભાઈ ભલાણી ફટાકડા સ્ટોર પ્રોજેક્ટ ટીમ તરીકે સફળ કામગીરી કરી રહ્યાં છે. આ ફટાકડા સ્ટોરમાં શ્રી સારથી નાગરિક શરાફી સહકારી મંડળીનો સહયોગી સંસ્થા તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે.
Recent Comments