fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ તથા આર્ટ ઓફ લિવિંગ પરિવાર અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ ૨૧ જુન ૨૦૨૨ આઠમો વિશ્વ યોગ દિવસ ઉજવાયો. જેમા મહિલા વિકાસ ગૃહ પરિવાર ની તમામ દીકરીઓ તથા કાર્યકર્તા બહેનોએ ખૂબજ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.યોગદિવસ અંતર્ગત વિવિધ યોગ તથા ધ્યાન મુદ્રા કરવી લાયન્સ મેમ્બર તથા યોગ ટીચર ઉમેશભાઈ દૂધાત દ્વારા વિગતવાર સમજુતી સાથે યોગ આપણાં જીવનમાં કઈ રીતે પરીવર્તન લાવી શકે તથા જીવનમાં યોગનું મહત્વ સમજાવાયુ હતું.યોગદિવસની ઉજવણી ને સફળ બનાવવા આર્ટ ઓફ લિવિંગ પરિવાર અમરેલીના યોગ ટીચર ઉમેશભાઈ દૂધાત તથા કાનનબેન દૂધાત, રાઘવભાઈ પરમારે સેવા આપી હતી તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સેક્રેટરી વિજય વસાણી, રાકેશ નાકરાણી, વિવેક વસાણી, જયસુખભાઇ સોરઠિયા, તથા નિલેષભાઈ કોરાટ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts