fbpx
સૌરાષ્ટ - કચ્છ

લાલપુર પંથકમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીનો આપઘાત

લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામ તેમજ ડબાસંગ ગામમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાના બે કિસ્સાઓ બન્યા છે જેમાં મહાજન યુવાને તેમજ એક પ્રાંતિય શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે. ડબાસંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રીતમ અમૃતલાલ શાહ નામના ૨૧ વર્ષના મહાજન ખેડૂત યુવાને પોતાના હાથે ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા અમૃતલાલ કેશવજી શાહે પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવાનને પત્ની સાથે સામાન્ય બોલાચાલી થયા પછી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. લાલપુરના વડ પાંચસરામાં રમેશભાઈ જેસંગભાઈ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્ય પ્રદેશની વતની મડીબેન મહેન્દ્રભાઈ માવડા નામની પરપ્રાંતિય આદિવાસી શ્રમિક મહિલા, કે જેને પોતાના પતિ સાથે મગફળી નો પાક ઉતારવા બાબતે બોલાચાલી થઈ હતી, અને મનમાં લાગી આવતાં પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Follow Me:

Related Posts