‘લાલ સિંહ ચઢ્ઢા’ બાયકોટ ટ્રેન્ડ પર આમિર થયો દુઃખી
આમિર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢા પર જાેખમ મંડરાય રહ્યું છે. ફિલ્મ રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઈંમ્ર્અર્ષ્ઠંંન્ટ્ઠટ્ઠઙ્મજીૈહખ્તરઝ્રરટ્ઠઙ્ઘઙ્ઘરટ્ઠ ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મને લઈને ક્રિએટ થઈ રહેલો નેગેટિવ માહોલ પર હવે આમિર ખાને મૌન તોડ્યું. જાણો આમિર ખાને શું કહ્યું? આમિર ખાન ફિલ્મની બોયકોટની ડિમાન્ડથી મુશ્કેલી અનુભવી રહ્યો છે. તેણે આ અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે એક ફિલ્મને બનાવવામાં ઘણી જ મહેનત કરવી પડે છે. માત્ર એક્ટરની જ નહીં, પરંતુ ઘણાં લોકોની લાગણી ફિલ્મ સાથે જાેડાયેલી હોય છે. ફિલ્મ જાેયા બાદ દર્શકોને પંસદ કે નાપસંદ કરવાનો પૂરો અધિકાર છે.
વધુમાં આમિરે કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ પહેલાં આ પ્રકારની બાબતો દુઃખ પહોંચાડે છે. ખબર નહીં લોકો આવું કેમ કરી રહ્યા છે. તે માને છે કે કેટલાંક લોકોને એવું લાગે છે કે તે દેશને પ્રેમ કરતો નથી, પરંતુ તે એ લોકોને કહેવા માગે છે કે તે જેવું વિચારે છે, તે સાચું નથી. તે દેશને પ્રેમ કરે છે અને દેશવાસીઓને પણ. તે અપીલ કરવા માગે છે કે મહેરબાની કરીને ફિલ્મને બોયકૉટ ના કરો અને થિયેટરમાં જઈને જુઓ. આમિરે આગળ કહ્યું હતું કે એવું નથી કે ફિલ્મ નથી ચાલી. ‘ગુંગબાઈ કાઠિયાવાડી’, ‘ભૂલ ભુલૈયા ૨’, ‘કાશ્મીર ફાઇલ્સ’, ‘પુષ્પા’ જેવી ફિલ્મ ચાલી જ છે. ‘પુષ્પા’નું ઓપનિંગ કલેક્શન માત્ર એક કરોડ જ હતું, પરંતુ વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મ ચાલી. કોવિડને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી આવવા લાગી છે. તેની ફિલ્મ છ મહિના સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી નથી. સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે દરેક આર્ટિસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ આખો દેશ જુએ.
તેઓ ઘણાં સમયથી તેમની ફિલ્મ તમિળ તથા તેલુગુમાં ડબ કરે છે. જાેકે, જે રીતે સાઉથની ફિલ્મે બોલિવૂડ પર ક્રોસઓવર કર્યું છે, તે રીતે હિંદી ફિલ્મ ત્યાં પહોંચી શકી નથી. આ ઘણાં સમયથી શક્ય બન્યું નથી. આશા છે કે આ વખતે આવું થાય. આમિર ખાન હોલિવૂડ એક્ટર ટોમ હેંક્સ જેવો લાગે છે, તેમ કહેવાય છે. આ અંગે આમિરે કહ્યું હતું કે ઘણીવાર તેને આ વાત કહેવામાં આવતી હતી. જ્યારે તે તેની જ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તેણે આ વાત ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેને આવું લાગ્યું નહોતું. તેને લાગે છે કે બંને ઘણાં જ અલગ છે.
આમિરે ખાને કહ્યું- એવું નથી કે ફિલ્મો નથી ચાલતી, ગંગુબાઈ, ભુલ ભૂલૈયા ૨, કાશ્મીર ફાઈલ્સ, પુષ્પા હિટ રહી છે. પુષ્પા વિશે મેં સાંભળ્યું હતું કે એક કરોડની ઓપનિંગ ફિલ્મ રહી હતી. ઓડિયન્સને ફિલ્મ પસદ આવશે તો ચાલશે. મને લાગે છે કે કોવિડના કારણે ફિલ્મો થોડી વહેલા આવવા લાગી છે ર્ં્્ પર. લોકોને લાગે છે કે જાે હું થોડી રાહ જાેઈ લઈશ તો ઘરે જ ફિલ્મ જાેઈ લઈશ. જાે કે મારી ફિલ્મોની સાથે આવું નથી થતું. મારી ફિલ્મ ૬-૬ મહિના સુધી ર્ં્્ પર નથી આવતી.
Recent Comments