લીંબડીનાં સૌકા અને નાનાટીંબલા ગામનાં પિસ્ટલ-તમંચા સાથે બે ઝડપાયા
લીંબડી તાલુકાનાં નાનાટીંબલા અને સૌકા ગામનાં ૨ શખ્સો ૨ હથિયારો સાથે ઝડપાઈ ગયા છે. એસઓજી ટીમે ૩ દિવસમાં ૩ શખ્સોને ૩ હથિયારો સાથે ઝડપી લેતા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનાં વેપલો કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ અને ખરીદી કરનાર ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસની સુચના ધ્યાને રાખી ર્જીંય્ પીઆઈ બી.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી તા.૨૦ મેનાં રોજ ચોકડીનાં સંદીપ વિરમભાઈ કોળીને ગેરકાયદેસર પિસ્ટલ અને ૧ કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. સંદીપ મેમકીયાએ લીંબડી તાલુકાનાં ઉટડીનાં કિશન ઉર્ફે કચ્છી જાદવભાઈ શલૈયા, નાનાટીંબલાનો અજય ઉર્ફે શકિત રસીકભાઈ વડેખણીયા, મોટા ટીંબલાનાં શકિતસિંહ જગદીશસિંહ દરબાર પાસેથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી.
એસઓજી ટીમે લીંબડી તાલુકામાં પેટ્રોલીંગની કામગીરી વધારી દીધી હતી. લીંબડી સર.જે.હાઈસ્કૂલ પાસેથી સૌકા ગામના ભરત ભાવુભાઈ રંગપરાને દેશી તમંચા અને નાનાટીંબલાનાં અજય ઉર્ફે શકિત રસીક વડેખણીયાને પિસ્ટલ સાથે ઝડપી લીધા હતા. એસઓજી ટીમે ચુડા અને લીંબડી તાલુકામાંથી ૩ દિવસમાં ૩ શખ્સોને ૩ હથિયારો સાથે ઝડપી લેતાં જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થોડા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારોની ખરીદી અને વેચાણ કરતાં ઈસમોનો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે.
Recent Comments