fbpx
ગુજરાત

લીમખેડાના જેતપુરના યુવકે આદિવાસી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા ફરિયાદ

ધોળે દહાડે લીમખેડા તાલુકાના જેતપુર ગામના એક યુવાને તેના મિત્રની મદદ લઈ નાના હાથીધરા ગામે રોડ પરથી એક સગીરાનું મોટર સાયકલ પર અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.સગીરાને જાતિ વિષયક અપશબ્દો બોલી તે યુવક તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લીમખેડાના જેતપુર ગામના ભરવાડ ફળિયામાં રહેતા અંકીતભાઈ ગોપીચંદભાઈ ભરવાડે તેના ફળિયામાં રહેતો તેના મિત્ર રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડની મદદ લઈ અનુસુચિત જનજાતિની ૧૬ વર્ષ ૬ માસની ઉંમરની સગીરાનું તેઓની મોટર સાયકલ પર સવારે બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતુ.ત્યારબાદ સગીરાને નાના હાથીધરા ગામે લઈ ગયા હતા.

અંકીત ભરવાડે તે સગીરાને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી તેને તાબે કરવા માટે જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. અંતે અંકિત ભરવાડે તે સગીરા સાથે તેંણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે પીડિત સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે જેતપુર(દુ) ગામના અંકિતભાઈ ગોપીચંદભાઈ ભરવાડ તથા રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડ વિરૂધ્ધ વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ કલમ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts