fbpx
અમરેલી

લીલા અને કેસરી રંગોની ભાતવાળી છત્રી જેવા ગુલમહોરની વિશેષતાઓ કુદરતની કરામત છે!

રંગ ભલે અગન જ્વાળા જેવો લાલ પરંતુ દઝાડતી ગરમીમાં પણ જોનારાની આંખોને હેમાળાની ટાઢક આપતો, ધૂળિયો મારગ હોય કે ડામરની ચમચમતી સડક કે પછી હોય જંગલ જુદો જ તરી આવે તો સમજવું કે એ ગુલમહોર છે. જે ઠારે ઉના ઉના વાયરાના નહોર એ ગુલમહોર.

      એવું કહી શકીએ કે, રસ્તાઓની અને બાગ-બગીચાઓની ગરિમામાં ગુલમહોર ઉમેરો કરે છે. ગુલમહોરના પાંદડાઓ અને એના તેના ફુલો એ ફેલાઇ જવાની વિશાળતા સાથે ભવ્યતા ધરાવે છે. ઝડપથી વિકસી જવાની ગુલમહોરની એ વિશેષતા કુદરતની કરામત છે. જાહેર માર્ગો પરના ગુલમહોર, બોગનવેલ, લીમડો, પીપળો, આમલી, આંબા અને વિવિધ કુળના વૃક્ષોએ વાતાવરણની સાથે માનવની પણ રક્ષા કરવાનું ભગીરથ કામ કર્યુ છે. એમાં ગરવો ગરમાળો અને અન્ય કેટલાક વૃક્ષો પણ ખરા.

       વળી, ગુલમહોર તો લીલા અને કેસરી રંગોની ભાતવાળી છત્રી હોય તેવી એની આભા ધરાવે છે. અંગ્રેજીમાં એ Royal Poinciana, Flamboyant, Phoenix Flower, Flame of the Forest, Flame Tree જેવા નામે ઓળખાય છે તો સંસ્કૃત્તમાં તે ‘રાજ આભરણ’ જેનો અર્થ થાય છે, રાજસી આભૂષણો ધારણ કર્યા છે તે. ભગવાન કૃષ્ણના મુગટનો આકાર જેવા પાન ધરાવે છે એથી તેનું એક નામ કૃષ્ણચૂડ પણ છે. સાધારણ રીતે ૨૦-૩૦ ફુટ ઉંચાઇ ધરાવતા અને થડથી વધુ ત્રિજ્યા વિસ્તારમાં ફેલાયેલા ગુલમહોર એ અન્ય વૃક્ષોની સરખામણીએ વાવવા અને ઉજેરવા સહેલા છે. આથી, રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારમાં એ એટલા સામાન્ય છે અને તેથી જ તેને Street Tree કહેવામાં આવે છે. ભલે તેના ફુલો એપ્રિલ થી જૂનના ઉનાળાના સમયગાળામાં આવે પણ આ વૃક્ષ સૂકાતું નથી અને તેના પાંદડાઓ લીલાછમ રહે છે આથી તે છાંયડો પૂરો પાડે છે. ખૂબ સહેલાઇથી ઉગી જાય અને વધુ જતન કે કાળજીની આવશ્યકતા નથી ત્યારે પ્રકૃત્તિના રક્ષણ માટે એક કાર્ય આપણે કરી વધુ સારું કરી શકીએ તો સોનામાં સુગંધ ભળી હોવાની અનુભૂતિ થશે. ગુલમહોરના વૃક્ષની નીચે તેની શીંગ નીચે ખરી પડે છે તેમાં રહેલા બીજનું સાચવીએ અને ખાલી જગ્યાઓ જોવા મળે ત્યારે તે બીજનું વધુમાં વધુ જગ્યાઓ પર વાવેતર કરવાનું કાર્ય થઇ શકે.  સુશોભન, આયુર્વેદિક દ્રષ્ટિએ અને પર્યાવરણ કવચ તરીકે શ્રેષ્ઠ ગુલમહોરના સ્વાસ્થ્ય અને અન્ય ફાયદાઓ વિશે માહિતી મેળવી  શકાય.

Follow Me:

Related Posts