જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી તાલુકાનાં વિઠ્ઠલપુર ગામની પાટીદાર સમાજની નિર્દોષ દિકરીને લેટર કાંડમાં ખોટી રીતે ફસાવવામાં આવેલ હતી, આ લેટર કાંડમાં દિકરીનો રોલ માત્ર ટાયપિસ્ટ તરીકેનો હતો, છતાં પણ પોલીસે તેને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દીધી હતી, અને જેના અનુસંધાને તમારી પોલીસ વિઠ્ઠલપુર ગામે દિકરીના ઘરે જઈને રાત્રે ૧૨ વાગ્યા પછી ભર નિંદ્રામાથી જગાડીને ધરપકડ કરીને પોલિસ સ્ટેશન લાવેલ હતી, કોઈ પણ મહિલાની રાત્રે ધરપકડ કરી શકાતી નથી. છતાં પણ તમારી પોલીસે કાયદાની વિરુદ્ધ જઈને દિકરીની ધરપકડ કરી હતી. આ દિકરીની રાત્રે ધરપકડ કર્યા બાદ વળતાં દિવસે તમારી પોલીસે દિકરીનું જાહેરમાં સરઘસ કાઢીને દિકરીની આબરૂ ઉછાળવાનું કામ કર્યું હતું, અને આ નિર્દોષ દિકરીના તમારી પોલીસે રિમાન્ડ માંગીને દિકરીને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો તો આપ સાહેબશ્રી અમરેલી જીલ્લાના પોલિસ વડા છો અને આપની જવાબદારી પણ બને છે, પાટીદાર સમાજની નિર્દોષ દિકરીને કાયદા વિરુદ્ધ રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરનાર, દિકરીનું સરઘસ કાઢનાર, દિકરીને માર મારનાર પોલીસ અધિકારીઓ તથા પોલિસ સ્ટાકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે આપ સાહેબશ્રી પાસે અમારી માંગણી છે.
mi error




















Recent Comments