અમરેલી

લીલીયાના ગોઢાવાદર ખાતે આજે ૨૮ ઓક્ટોબરના નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાશે

લીલીયા તાલુકાના ગોઢાવાદર ખાતે નાયબ કલેક્ટરશ્રી આર. આર. ગોહિલની અધ્યક્ષતામાં આજે તા. ૨૮ ઓક્ટોબરના રોજ સાંજના ૭ વાગ્યાથી ખાસ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રી સભામાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ હાજર રહેશે. ગ્રામજનોને કોઇપણ વિભાગના પ્રશ્ન હોય તો આ રાત્રી સભામાં અધિકારીશ્રીઓને રજૂ કરી શકે છે. ગોઢાવદરના ગ્રામજનોને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત આવતીકાલે તા. તા.૨૯ઓક્ટોબરના રોજ ગોઢાવદર પ્રાથમિક શાળા ખાતે ખાસ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમમાં પૂંજાપાદર, કણકોટ મોટા, પુતળીયા, આંબા, સલડી અને ગોઢાવદર ગામના લોકો તમામ વિભાગની સેવાઓનો લાભ લઇ શકશે તેમજ વિવિધ પ્રકારના દાખલાઓ અને પ્રમાણપત્રો સ્થળ પરથી જ મળી શકશે. આ સેવાસેતુ કાર્યક્મનો વધુમાં વધુ ગ્રામજનો લાભ લે એવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

Related Posts