fbpx
અમરેલી

લીલીયા ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ લીલીયા સ્થિત અમૃત બા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિન, તા.૨૫ જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજણી કરવામાં આવી. “Nothing like Voting, I Vote for Sure” “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ પર ૯૭-સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લીલીયા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં “Main Bharat Hoo” ગીત સાંભળ્યા બાદ મતદાતાઓએ અવશ્ય મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. નાગરિકો ચૂંટણી, ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે માહિતી આાપવામાં આવી હતી. મતદારયાદી તથા યુવા મતદાર મહોત્સવ અંતર્ગત ઉત્કૃષ્ટ ચૂંટણી કામગીરી કરનાર બી. એલ. ઓ., સુપરવાઈઝર, નાયબ મામલતદાર, મામલતદારશ્રી સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી ફરજ ઉત્કૃષ્ટ રીતે બનાવનારને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts