સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મહાશિવરાત્રીના પાવન પર્વ પર લીલીયા તાલુકાના અંટાળીયા ગામમાં બિરાજમાન અંટાળેશ્વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી કથા રસપાન કર્યુ. સાથે સાથે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી, માનનીય સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા સમેત ભાજપ ટીમના અગ્રણીઓ ઉપસ્થિત રહી કથા રસપાનનો લ્હાવો લીધો.
મહાશિવરાત્રીના પાવન પર્વે લીલીયા તાલુકાના અંટાળીયા ગામમાં બિરાજમાન અંટાળેશ્વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞના આયોજન કરવામાં આવેલ. આ શિવમહાપુરાણ જ્ઞાન યજ્ઞનાં શુભ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, માનનીય સાંસદશ્રી નારણભાઈ કાછડિયા નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઇ કાબારિયા, જીતુભાઈ ડેર, વિપુલભાઈ દૂધાત પણ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments