લીલીયા તાલુકાના વાઘણીયા ગામમાં મેવાડા મનસુખભાઇની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો.
લીલીયા તાલુકાના વાઘણીયા ગામમાં મેવાડા મનસુખભાઇની બદલી થતાં તેમનો વિદાય સમારોહ ગોઠવવામાં આવેલ. આ પ્રસંગે તેમણે શાળામાં પંખો આપ્યો. અને ઉપસ્થિત તમામ બાળકોને સમોસા ખવરાવ્યા. અત્રે ઉપસ્થિત ગામના અગ્રણી શ્રી અગ્રાવત વિજયભાઈ તરફથી પણ શાળાને ભેટ સ્વરૂપે પંખો આપવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ. શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ કોટડીયાએ આભાર વિધિ કરી ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો.
Recent Comments