સૌરાષ્ટ - કચ્છ

વંથલી નજીકના લુશાળા ગામની પોસ્ટ ઓફિસ માંથી તસ્કરો આખી તિજોરી ઉપાડી ગયા

આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના લુશાળામાં આવેલી પોસ્ટ ઓફિસના દરવાજાના હું કાઢે અજાણ્યા અંદરમાં ઘૂસી અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા પૂરી તિજોરી જ ઉપાડી ગયા હતા. આ તિજોરીમાં પોસ્ટ ઓફિસના 34,745 રોકડા 49 ચેકબુક 269 એટીએમ કાર્ડ હતા આ ઉપરાંત બાજુમાં આવેલી બેંકમાંથી 70 હજારની કિંમતનું ડીવીઆર પણ ચોરી ગયા હતા સવારે બેંકમાં ડીવીઆર અને પોસ્ટ ઓફિસમાં તિજોરી જોવા ન મળતા ચોરી થયાની જાણ થઈ હતી આ અંગેની જાણ થતા વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય તપાસ હાથ ધરી હતી.

આ મામલે તલ્લીન રમણલાલ રાણાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ પોસ્ટ ઓફિસ ની આખે આખી તિજોરી ચોરી જવાની ઘટનામાં પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ કોડની પણ મદદ લેવામાં આવી રહી છે અને વંથલી પોલીસ દ્વારા ટેકનીકલ સોર્સ સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોની પણ મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts