fbpx
અમરેલી

“વંદન। અમરવેલીના એ સાજીયાવદર ગામના વતનપ્રેમી વિરલાઓની સેવાપરાયણતા”

વંદન। અમરવેલીના એ સાજીયાવદર ગામના વતનપ્રેમી વિરલાઓને સેવાપરાયણતા”વર્તમાન પરીસ્થિતિ જોતા દરેક મનુષ્ય માટે ૨૦૨૦નું વર્ષ એક આકરી કસોટી કરનારુ વર્ષ તરીકે પસાર થયુ છે ત્યારે આવા કોરોનાના કપરાકાળમાં પણ સંસ્થા માટે સતત સેવાની સરવાણી વહેવડાનાર શુભેચ્છાના કારણે જ આજ સંસ્થા અડીખમ ઉભી છે. કોરોનાની કપરી સ્થિતિ,લોકડાઉનનો સમય અને ત્યારબાદ ક્રમંશ અનલોકના તબક્કામાં બાળકો વિનાની સુની સંસ્થાને ટ્રસ્ટીઓના ઉમદા માર્ગદર્શન તળે અતિ જરૂરી એવું રીનોવેશન અને રંગરોગાન દ્રારા કાયાપલટ કરવાની તાતી જરીયાત બની પરંતુ સૌથી મોટી સમસ્યા હતી આ કપરાકાળમાં આર્થિક ભંડોળ એકઠું કરવું.આ મહામારીના વિકટ સમયમાં સંસ્થાની વહારે આવ્યા મૂળ અમરેલીના વતનપ્રેમી વિરલાઓ અમેરીકા વસતા અમરેલીના મૂળ વતનીઓ એવા વતનના રતન સમાન શ્રી બાબુભાઇ સાવલીયા , મયુરભાઇ સાવલીયા અને હિતેષભાઇ ભગત. આ ત્રણ વિરલાઓએ ન માત્ર પોતાનો આર્થિક સહયોગ આપ્યો પરંતુ અમેરીકામાં વસતા સમગ્ર પટેલ પરિવારોને એકત્ર કરી કુલ નહી તો ફુલની પાંખડી સ્વરુપે જે કઇ નાની-મોટી રકમ મળી તે એકઠી કરી અને સંસ્થાને સમપિર્ત કરી.સંસ્થાના જરૂરીયાતમંદ વિધાર્થીઓના સમાજિક અને શૈક્ષણિકની સાથે તાલીમ ઉકિર્ષ માટે ઓલ પટેલ ગુપ અમેરીકાના નેજા હેઠળ નવલાખ જેવી માતબર મૂલ્યવાન રકમની સહાય સરવાણી કરી.વતનથી હજારો કિ.મી.દુર બેઠા આ વતનપ્રેમીઓ આજ સંસ્થાનું ગૌરવ બન્યુ છે. ઓલ પટેલ ગૂપ ઓફ અમેરીકાના આ તમામ પરિવારોના કારણે સંસ્થામાં અભ્યાસ કરતા ગરીબ વર્ગના બાળકો શિક્ષણની સાથે રોજગારલક્ષી તાલીમ પણ મેળવશે અને સ્થનિર્ભર પણ બનશે.પટેલ પરિવારનો આ આર્થિક સહયોગ આ દિવ્યાંગ બાળકોના જીવનમાં નવો ઉજાસ પાથરશે અને તેઓના જીવનમાં આમૂલ પરિવર્તન પણ આવશે. અમરેલી જીલ્લાના સાજીયાવદર ગામ અને તેના સંબધીઓ મારફત વતનની રૂણ સતત અદા કરતા પરીવારો તરફથી સંસ્થાના મૂકબધીર બાળકોને મોટો આર્થિક સહયોગ આપનાર દાતાઓને ધન્યવાદ.તથા સાજીયાવદર ગામના વીરમાનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મનુભાઇ સાવલીયા ને ખૂબ ખૂબ ધન્યવાદ.આ સહયોગના સહયોગીઓ સંસ્થા માટે એક એવા સેવારત્નો તરીકે ઉભરી આવ્યા કે તેમના આભાર માટે શબ્દકોષના શબ્દો પણ વામણા લાગે છે.ઇશ્વર આપ સૌને વધુ ક્ષમતા પ્રદાન કરે અને આપ સૌના હસ્તે આવા ઉમદા સેવાકીય કાર્યો નિરંતર થતા રહે તેવી પ્રભૂપ્રાર્થના સાથે આપ સૌને સંસ્થાના શત શત વંદન…

Follow Me:

Related Posts