નાણાંમંત્રી ર્નિમલા સીતારમણએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજુ કરી રહ્યા છે. તેમણે બજેટ ભાષણની શરુઆતમાં જણાવ્યુ કે, સરકાર સૌનો સાથ સૌના વિકાસ પર કામ કરી રહી છે.ઘર, પાણી, વીજળી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં દરેક વર્ગનો વિકાસ થઇ રહ્યો છે. લોકોને સશક્ત બનાવવા માટે કામ થઇ રહ્યુ છે.ગ્રામીણ વિકાસ માટે ઝડપથી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવક વધી છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જાેડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટાયર ૨ અને ટાયર ૩ શહેરોને હવાઈ માર્ગે જાેડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં ૭૦ ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ૭૫ હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. હ્લડ્ઢૈં પણ ૨૦૧૪ થી ૨૦૨૩ સુધી વધ્યું છે.
સુધારા માટે ૭૫ હજાર કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૧ ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નાણામંત્રીએ ૨૦ મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની ગણતરી કરી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચા કરી. ર્નિમલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી ૫ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ ૨ કરોડ મકાનો બનાવવામાં આવશે.
Recent Comments