ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

‘સુરત શહેર નહીં, પણ સ્પિરીટ છે’: એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી:-

  • સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ
  • સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે
  • ‘ગ્રીન સિટી’ અને ‘ક્લીન સિટી’ સુરતે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાને જનઆંદોલન બનાવ્યું:
  • સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે

* ભારત ‘ઈકોનોમી’ અને ‘ઈકોલોજી’ના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં અગ્રેસર બની રહ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ‘ગ્રીન ગ્રોથ’ અને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ના મોડેલ સાથે ‘વિકસિત ભારત@2047’ના નિર્માણમાં અગ્રેસર
  • ‘પીએમ સૂર્યઘર નિ:શુલ્ક વીજળી યોજના’માં ગુજરાત ૨૧ ટકા યોગદાન સાથે દેશમાં લીડ લઈ રહ્યું છે
  • ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ જળસંચયને જનઆંદોલન બનાવીને રાજ્યમાં ૨.૨૦ લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર અને ૨,૭૦૩ અમૃત સરોવરોનું નિર્માણ કરાયું

Related Posts