20 કિલો આરડીએક્સ અને 20 સ્લીપર સેલ તૈયાર છે. કોઈ આ રાઝ ના જાણી શકે માટે તે આત્મ હત્યા કરી રહ્યો છે સાથે મેલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીને ખુદ તે અને તેના લોકો મારવા માટે બેઠા છે.
આ મેલની જાણકારી એસપીજીને આપવામાં આવી છે. મેલમાં બે કરોડ લોકોને મારવાની વાત પણ કરવામાં આવી છે. મેલમાં જણાવ્યા અનુસાર હુમલાની યોજના બનાવી દેવામાં આવી છે. મેલમાં એ પણ લખવામાં આવ્યું છે કે, મેલ લખવાવાળાના કેટલાય અાતંકીઓ સાથે સબંધો છે.
આ ધમકી ભર્યો ઈમેલ ખુફીયા અને સુરક્ષા એજન્સીઓને પણ મોકલવામાં આવ્યો છે. જે ઈમલ પરથી મેલ આવ્યો છે તેની તપાસ અત્યારે ચાલી રહી છે. જેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે પરંતુ મેલમાં એવી પણ જાણકારી છે કે, હું આ મેલ કર્યા પછી આત્મહત્યા કરી રહ્યો છું કેમ કે, આ રાઝ રહે તેવું પણ તેને મેલમાં જણાવ્યું છે.
આ કોઈ પ્રેંક મેલ નથી તે વશે જાણકારી મેળવવામાં આવી રહી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મેલ કરીને આપવામાં આવી છે. ધમકી કોના દ્વારા અને કેવી રીતે આપવામાં આવી છે તેને લઈને તપાસ અેજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
Recent Comments