વડાપ્રધાન મોદી સરકાર દ્વારા અત્યાર સુધી ૯ બજેટ રજુ કરાયા
૧ ફેબ્રુઆરી ૨૦૨૨-૨૩ ના રોજ રજૂ થનારું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ હશે. કેન્દ્રમાં મોદી સરકાર ૨૦૧૪માં પહેલીવાર અને ૨૦૧૯માં બીજી વખત સત્તા પર આવી હતી. મોદી સરકારે ૨૦૧૪થી અત્યાર સુધીમાં કુલ ૯ બજેટ રજૂ કર્યા છે. પ્રથમ ટર્મમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પાંચ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીને કારણે ફેબ્રુઆરી ૨૦૧૯માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને પછી જુલાઈ ૨૦૧૯માં સંપૂર્ણ સામાન્ય બજેટ આવ્યું હતું. ૨૦૧૪માં કેન્દ્રમાં પહેલીવાર નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બજેટમાં કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી જીત્યા બાદ જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ જુલાઈ ૨૦૧૪માં સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. ૨૦૧૪ના સંપૂર્ણ બજેટમાં મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. ૨ લાખથી વધારીને રૂ. ૨.૫ લાખ અને વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર મળતું વ્યાજ કરમુક્ત કરવામાં આવ્યું હતું. ૫ લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સ રિબેટ ૨,૦૦૦ રૂપિયાથી વધારીને ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. તમામ કરદાતાઓને રૂ.૧૨૫૦૦ ની ટેક્સ રિબેટ આપવામાં આવી હતી. પગારદાર વ્યક્તિઓ માટે ૪૦,૦૦૦ સ્ટાન્ડર્ડ ડિડક્શન પરત લાવવામાં આવ્યું હતું.
આ સમયે તબીબી ભરપાઈ પર કર મુક્તિ ૧૫૦૦૦ અને પરિવહન ભથ્થું રૂ ૧૯,૨૦૦ નાબૂદ કરવામાં આવ્યા હતા. ૨ થી ૫ કરોડની આવક પર સરચાર્જ વધારીને ૩ ટકા અને ૫ કરોડથી વધુની આવક પર ૭ ટકા વૈકલ્પિક આવકવેરા સ્લેબ જાહેર કર્યા. કરદાતાઓ પાસે હવે જૂના પરંપરાગત આવકવેરા સ્લેબ અને નવા વૈકલ્પિક ટેક્સ સ્લેબ બંને છે. વૈકલ્પિક ટેક્સ સ્લેબ અપનાવતા આવક કરદાતાઓ ચોક્કસ કપાત અને મુક્તિ મેળવી શકતા નથી. ૭૫ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો કે જેઓ માત્ર પેન્શન અને ડિપોઝિટમાંથી વ્યાજની આવક પર ર્નિભર છે તેમને આવકવેરા રિટર્ન (ૈં્ઇ) ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. ચુકવણી કરનાર બેંક તેમની આવક પર જરૂરી ટેક્સ કાપશે.
Recent Comments