વડાલીમાં અસ્થિર મગજના પુત્રે ૭૦ વર્ષીય પિતાની કુહાડીથી ૧૭ સે.મી.નો ગરદનકાપ ઘા મારી મોત નિપજાવતા ચકચાર મચી હતી.અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી એટલામાં હત્યારો પુત્ર પરત ઘેર આવી બેસી જતાં પોલીસે પકડી લીધો હતો. વડાલીના ગાયત્રીનગરમાં રહેતા નાનજીભાઈ વાલજીભાઈ પટેલ (૭૦) તા.૦૬-૦૩-૨૨ ના રોજ ઘેર હતા અને વોશરૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પુત્ર પ્રભુદાસભાઈએ(ઉ.વ.આશરે૪૦) તેમના ઉપર અચાનક કુહાડી લઈ હુમલો કરતાં નાનજીભાઈને માથું, જડબું અને ગરદન પર થયેલ ૧૭ સે.મી.નો ઘા મરણતોલ પુરવાર થયો હતો.
હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી કુહાડી લઈને ઘરમાંથી ફરાર થઇ ગયો હતો. જાણવા મળી રહ્યા મુજબ લાંબા સમયથી ઘરમાં કંકાસ ચાલી રહ્યો હતો અને હત્યારા પુત્રે તેના પિતાને ત્રણ ચાર દિવસ અગાઉ લાકડીઓ પણ મારી હતી અને પણ કંકાસ ચાલતો હતો એ દરમિયાન મૃતક વોશરૂમમાંથી બહાર નીકળ્યા તે દરમ્યાન કુહાડી લઈને ઝીંકી દીધી હતી હત્યા કરનાર છૂટક મજૂરીએ જતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ધૃણાસ્પદ બનાવને પગલે સોસાયટીના રહીશો તેમજ સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં દોડી આવેલ લોકો સાંત્વના આપી ફિટકાર વરસાવી રહ્યા હતા તે દરમ્યાન હત્યારો પુત્ર કઈ જ બન્યું ન હોય તેમ ઘેર પરત આવતા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. બનાવ અંગે વડાલી પીએસઆઇ જે.એમ.પરમારે જણાવ્યું કે પીએમ વગેરે કરાવી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પ્રભુદાસભાઈની અટકાયત પણ કરી લેવાઈ છે.
Recent Comments