દેશમાં ૫૧ માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઊજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે નંદેસરી ખાતે આવેલી સુદ કેમી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે કંપનીના કર્મચારીઓ માટે જનજાગૃતિ ફેલાવતા વિષયો ઉપર હરીફાઇનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં કંપનીના મેનેજમેન્ટના અધિકારીઓ શ્રીધરન, સિદ્દિકી અને રાજકુમાર હાજર રહ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીઆઈએસએચના જાેઈન્ટ ડાયરેક્ટર એસ. સી. બામણિયા અને વહોરા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સુરક્ષા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કર્મચારીઓને જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા સાથે સામાન્ય માનવીની સુરક્ષા પણ મહત્વની છે. ઔદ્યોગિક એકમોમાં સલામતી જાળવવા માટે સરકાર દ્વારા આપવામા આવેલી ગાઇડલાઇનનું અચૂક પાલન કરવું જાેઈએ.
આ સાથે દરેકે પોતાના કાર્ય જીવન સંતુલન પણ જાળવવું જાેઈએ. આ રાષ્ટ્રીય સુરક્ષા દિવસે વધુ સારી, સુરક્ષિત અને સ્વસ્થ સલામત રીતે કામ કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા માટે જાગૃતિ અને પ્રતિબદ્ધતા લાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓએ પોસ્ટર, સ્લોગન, નિબંધ અને કવિતા જેવી સલામતીને લગતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સેફ્ટી પર્શન ઓફ યર સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે કર્મચારીઓએ સલામતી માટે પ્રતિજ્ઞા લીધી હતી.
Recent Comments