વડોદરામાં આજવા ચોકડી નજીક હાઇવે પર બાઇક ચાલક કારની અડફેટેમાં આવતાં બે લોકોનું મોત થયું
હાઇવે આજવા ચોકડી નજીક કારની અડફેટે બાઇક પર જતા મામા અને ભાણેજને ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મામાનું મોત થયું હતું. મુજમહુડા રોડ સુભાષ નગર પાસે વિશ્વામિત્રી ઝૂંપડપટ્ટીમાં રહેતો જીજ્ઞોશ વસંતભાઇ પટેલ વિહાર ટોકીઝની પાછળ આવેલ શ્રીજી કેટરર્સમાં નોકરી કરે છે. ગત તા. ૩૧ મી એ જીજ્ઞોશ,તેના મામા અમિત રાજપૂત તથા મામાનો દીકરો શ્રીજી કેટરર્સમાં શેઠના ઘરે મળવા ગયા હતા.ત્યારબાદ તેઓ સાવલી ખાતે ફટાકડા ખરીદવા માટે નીકળ્યા હતા.
જીજ્ઞોશ બાઇક ચલાવતો હતો. તેના મામા પાછળ બેઠા હતા. વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા થઇને તેઓ હાઇવે પર પહોંચ્યા હતા. આજવા ચોકડી હાઇવે પર બ્રિજ પસાર કરીને તેઓ આગળ જતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા જીજ્ઞોશ તેના મામા અને મામાનો દીકરો ઉછળીને રોડ પર પટકાયા હતા. અમિતભાઇને માથા તથા કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અમિતભાઇના દીકરાને પણ સામાન્ય ઇજા થઇ હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર દરમિયાન અમિતભાઇનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments