fbpx
ગુજરાત

વડોદરામાં એક બાઇક ચાલક સ્લિપ થઇ જતા બાઇક ચાલકનું મોત અને ત્રણને ઇજા

ફાજલપુર એક્સપ્રેસ હાઇવે પર બાઇક સ્લિપ થઇ જતા બાઇક પર જતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જે પૈકી એકનું મોત થયું છે. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના સાંકરદા ગામ ઇન્દિરા નગરમાં રહેતો વિજય ચુનારા છૂટક મજૂરી કામ કરે છે.ગઇકાલે સાંજે સાત વાગ્યે વિજય, તેના કાકાનો દીકરો અરવિંદભાઇ બાબુભાઇ ચુનારા તથા કુટુંબી બનેવી ગોપાલભાઇ ભૂપતભાઇ ચુનારા (રહે.નટવર નગર, સાવલી) અનગઢ મહોણી માતાના મંદિરે દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. ગોપાલભાઇ બાઇક ચલાવતા હતા.

જ્યારે વિજય અને અરવિંદ બાઇકની પાછળ બેઠા હતા.રાતે આઠ વાગ્યે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે વડોદરાથી પાદરા રોડ ફાજલપુર ગરનાળા બ્રિજ પાસે બાઇક સ્લિપ થઇ જતા ત્રણેય રોડ પર ફંગોળાઇને પડયા હતા. ગોપાલભાઇને જમણા કાન, માથામાં ડાબી બાજુ અને ડાબા પગે ઇજા થઇ હતી. જ્યારે બાઇકની પાછળ બેઠેલા અરવિંદભાઇ અને વિજયભાઇ નટુભાઇ ચુનારા ને પણ ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે અરવિંદભાઇ ચુનારાનું મોત થયું હતું.

Follow Me:

Related Posts