fbpx
ગુજરાત

વડોદરામાં ઓમિક્રોન બી.એ.૫નો પ્રથમ કેસનો દર્દી સાજાે થઈ વિદેશ જતો રહ્યો

કોરોનાની ત્રીજી લહેરે પર વિદાય લીધી છે. પરંતુ, હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે, ત્યારે ગત ૧ મેના રોજ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલા ૨૯ વર્ષના યુવકને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો અને ૯ મેના રોજ તેનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી થોડા દિવસ બાદ તે સાઉથ આફ્રિકા પરત પણ ફર્યો હતો. કોરોના પોઝિટિવ યુવકના સેમ્પલને વધુ તપાસ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેના જિનોમ સિક્વન્સિંગમાં યુવક ઓમિક્રોન બીએ.૫ પેટા પ્રકારથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સેમ્પલને વધુ તપાસ માટે હૈદરાબાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાના યુવકના સંપર્કમાં આવેલા કોઇને પણ કોરોનાના લક્ષણો જણાયા નથી. સંક્રમિત યુવકને પણ તાવ, ઠંડી લાગવી, ખાસી, શરદી જેવા લક્ષણો જવા મળ્યા હતા.વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર બીએ.૫નો પ્રથમ એક કેસ નોંધાયો છે. જાે કે, રાહતની વાત એ છે કે, દર્દી સાજાે થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે.

Follow Me:

Related Posts