ગુજરાત

વડોદરામાં પાદરાના ST ડેપોમાં SOG પોલીસના કર્મચારીની દાદાગીરીપોલીસ કર્મચારીએ ડેપોના કર્મચારી સાથે મારામારી કર્યાનો આરોપ

વડોદરાના પાદરમાં ર્જીંય્ પોલીસ કર્મચારી પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. વાહન ચાલકને બચાવવા પોલીસ કર્મચારીએ સરકારી કર્મચારી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે. પાદરા એસટી ડેપોમાં એક વાહન ચાલકે ગેરકાયદે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. જેને એસટી ડેપોના કર્મચારીએ હટાવવા કહ્યું હતું. જેથી ર્જીંય્ પોલીસ કર્મચારી આવ્યો હતો અને એસટી વિભાગના કર્મચારી સાથે બબાલ કરી માર માર્યો હતો. એસટી કર્મચારી સાથે રકઝક કરતો પોલીસ કર્મચારીનો વીડિયો પણ વાયરલ થયો છે. સમગ્ર ઘટના બાદ એસટી વિભાગના કર્મચારીએ પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે અને જાે ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Related Posts