fbpx
ગુજરાત

વડોદરામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં પ્રવેશ માટેની પરેશાનીનો કરી રહ્યા છે સામનો

એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પરેશાનીનો સમાનો કરી રહ્યા છે. કોમર્સમાં સંખ્યા વધારે હોવા છતાં માત્ર ૨૫૦ બેઠકો, આર્ટસમાં પણ ૨૪૧ બેઠકો ફાળવવામાં આવી છે. હોસ્ટેલમાં પ્રવેશ આપવા માટે કોઇ પોલીસી ફેકલ્ટી સ્તરે નક્કી કરવામાં આવી નથી. જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે.એમ.એસ.યુની હોસ્ટેલમાં ૧૨ બોયઝ અને ૪ ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાં ૫ હજાર વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી ક્ષમતા છે. ૫ હજાર બેઠકમાંથી ૩૬૦૦ વિદ્યાર્થીઓએ તેમના હોસ્ટેલ એડમીશન રીન્યુ કરાવ્યા છે. જેથી બાકી બચેલી ૧૪૦૦ બેઠકોને ૧૪ ફેકલ્ટી વચ્ચે ફાળવામાં આવનાર છે. જેમાં સૌથી મોટી ફેકલ્ટીઓ કોમર્સમાં ૨૫૦, આર્ટસમાં ૨૪૧, સાયન્સમાં ૨૬૦, ટેકનોલોજીમાં ૩૮૦ બેઠકો ફાળવવામાં આવી છે.

ચાર ફેકલ્ટીની મળીને કુલ ૧ હજાર બેઠકો ફાળવી દેવામાં આવી છે. અન્ય ફેકલ્ટીઓમાં ૫૦૦ બેઠકો ફળવાઇ છે. વિદ્યાર્થીઓના સંખ્યાબળની દષ્ટીએ મોટી ગણાતી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઉભી થઇ છે. જેને પગલે ઘણા વિદ્યાર્થીઓને પીજીમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. એફવાયમાં સમગ્ર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાંથી ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે બહાર ગામના હશે તેમણે પ્રવેશ લીધો છે. જેમાંથી ૧૫૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળી શકશે નહિ. આર્ટસ ફેકલ્ટીમાં હોસ્ટેલમાં પ્રવેશ માટે ૭૫ ટકા ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ૨૫ ટકા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં પણ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે સમસ્યા ઉભી થઇ છે.

સમરસ હોસ્ટેલમાં અને એમ.એસ.યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ લીધો હોય તેવા છાત્રો માટે ક્રોસ વેરીફીકેશન થશે. સમરસમાં પ્રવેશ લીધો હશે તો તેવા વિદ્યાર્થીઓને કોઇ પણ એક જગ્યાનો પ્રવેશ છોડવા માટે સમજાવામાં આવશે. જેથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય. પોલીટીકનીકે કેમ્પસમાં કરોડો રૂપિયાની જમીન સમરસ ગર્લ્સ હોસ્ટેલ માટે અપાઇ છે. તે જ રીતે સમા બોયઝ હોસ્ટેલની જગ્યા પણ યુનિ.એ જ સરકારને આપેલી છે. બંને હોસ્ટેલમાં બે હજાર વિદ્યાર્થીઓની કેપેસીટી છે. યુનિવર્સિટીએ આપેલી જગ્યામાં બાંધેલી હોસ્ટેલ માટે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કોઇ પણ કવોટા ફાળવાવામાં આવ્યો નથી. સરકારમાં રજૂઆતો કરવા હંમેશા તૈયાર રહેતા સેનેટ-સિન્ડિકેટ સભ્યોને વિદ્યાર્થીઓની સમસ્યામાં રસ નથી.

Follow Me:

Related Posts