fbpx
ગુજરાત

વડોદરામાં સગીર સાથે યુવકે શારિરીક સંબંધ બાંધતી વેળાએ ત્રીજા માળેથી પટકાયો

વારસિયામાં સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક મળવાની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા સગીર સાથે યુવકે શારીરિક સંબંધ બાંધતી વેળાએ બંને ત્રીજા માળેથી પટકાયા હતા. યુવક અને સગીર વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે ૨૨ વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં તેણે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે દીવાલ તૂટી પડતાં બંને ત્રીજા માળેથી પટકાયા હતા. જાેકે નીચે રેતી હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી.

ત્યાર બાદ સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન માટેની વાત થઈ હતી. જાેકે સમાધાન પડી ભાંગતાં યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે યુવકના પરિવારની અરજી લઈ સગીર સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે ૨ વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું અને અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે.

Follow Me:

Related Posts