વડોદરામાં સીએનજી કિટના ટેસ્ટિંગની મર્યાદા વધારવા અંગે આપનું વિરોધ પ્રદર્શન
રાજ્ય સરકારે રીક્ષા અને અન્ય વાહનોમાં ફીટ કરેલી ઝ્રદ્ગય્ કીટનું ટેસ્ટિંગ કરવા માટેનો નવો નિયમ લાગુ કર્યો છે, ત્યારે વડોદરા શહેરમાં ટેસ્ટિંગ માટે માત્ર ચાર પંપો છે, જેથી અપૂરતી વ્યવસ્થા છે તે વધારવા, સમયમર્યાદા વધારવા તેમજ ભાવ ઉપર અંકુશ રાખવાની માગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા અને રામધૂન કરીને નારાજગી દર્શાવી હતી. આ દરમિયાન રાવપુરા પોલીસે કોરોના ગાઇડલાઈન ભંગ બદલ આમ આદમી પાર્ટીના ૧૫ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટીના અગ્રણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં હરિયાણામાં થયેલા ગમખ્વાર અકસ્માતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં રીક્ષા તેમજ અન્ય વાહનોમાં લગાવવામાં આવેલી ઝ્રદ્ગય્ કીટનું ટેસ્ટિંગ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. વડોદરામાં ૭૦ હજારથી વધુ રીક્ષાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ જાહેરનામાની સમયમર્યાદા વધારવામાં આવે તે જરૂરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં ટેસ્ટિંગ માટેના ચાર પંપ આવેલા છે. તેમાં રોજની માંડ ૩૦ જેટલા વાહનોની ટેસ્ટિંગ કીટનું ચેકિંગ થાય છે અને ૬ મહિના સુધીનો વેઇટિંગ પીરિયડ દર્શાવી રહ્યા છે. પરિણામે રીક્ષાચલકોને હાલાકી ભોગવવાની સાથે આજીવિકા સામે કોરોનાકાળમાં પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાયો છે. જેથી અપૂરતી વ્યવસ્થા છે તેને કારણે રિક્ષાચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાજ્ય સરકારે વધુ ચાર મહિનાની મુદત વધારવી જાેઈએ, ઝ્રદ્ગય્ ગેસના ભાવ ઉપર અંકુશ રાખવો જાેઈએ. જેથી રિક્ષાચાલકને રાહત થશે.
Recent Comments