fbpx
ગુજરાત

વડોદરા જિલ્લામાં ભારે વરસાદનાં કારણે વાઘોડિયા અને પાદરાના બે માર્ગ પર અવરજવર કરાઇ બંધ

વડોદરા જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં અનેક ગામોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે.જે પૈકી વાઘોડિયા અને પાદરા તાલુકાના બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજીવન પર અસર વર્તાઇ છે. હજી પૂરને કારણે થયેલા નુકસાનના વળતરના ઠેકાણા નથી ત્યાં ખેતરોમાં ફરી એક વાર પાણી ભરાઇ જતાં ખેડૂતોને બેવડો માર પડયો છે. વાઘોડિયા તાલુકામાં દેવનદીના પાણીને કારણે મઢેલી-ફલોડ-વ્યારા એપ્રોચ રોડ પર પૂરના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.જેને કારણે અનેક ગામોના લોકોને અસર થઇ છે.વાઘોડિયાનું રોપા ગામ પણ બેટમાં ફેરવાઇ ગયું છે અને પ્રાથમિક સ્કૂલમાં ઘૂંટણ જેટલા પાણી ભરાઇ ગયા છે. આવી જ રીતે પાદરા તાલુકાના કોટણા એપ્રોચ રોડ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.આજે આખો દિવસ વરસાદ બંધ રહેતાં પાણી ઓસરવાનું શરૃ થઇ ગયું છે.

Follow Me:

Related Posts