નારી સંરક્ષણ ગૃહમાંથી મળસ્કે બાંગ્લાદેશની બે યુવતી અને એક બંગાળી યુવતી ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નારી સંરક્ષણ ગૃહના સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા જેમાં બહાર નીકળીને ફરાર થતી બે યુવતી દેખાય છે પણ ત્રીજી યુવતી દેખાઈ ન હતી.જેથી એવું અનુમાન થઇ રહ્યું છે કે‘ ત્રીજી યુવતી પણ ફરાર થઇ હશે પણ તે સીસીટીવીમાં કેદ થઈ ન હતી. જેથી શકય છે કે જયાં સીસીટીવી ન હોય તેવા સ્થળેથી બહાર નીકળી ગઇ હોય.
જાે કે ગૃહમાં ત્રણેવ યુવતીઓ નથી એટલે પોલીસે ત્રણેવની શોધખોળ હાથ ધરી હતી. ગૃહમાં રાત્રે ચાર ગાર્ડ હોય છે. આ પૈકી બે હોમગાર્ડ જવાનો ગેટ પર હોય છે એક મહિલા ચોકીદાર ગૃહની અંદરના ભાગે હોય છે અને એક વોચમેન ગૃહની બહાર હોય છે. નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયેલી યુવતીઓ સંકુલની કૂલ ૩૦ ફૂટ જેટલી દિવાલ કૂદીને ફરાર થઇ ગઇ હતી,જાે કે કાંટાળી દિવાલ જાેતાં ત્યાંથી આટલે ઉંચેથી બહાર જવું મુશ્કેલ છે.બીજી એક થિયરી એવું પણ છે કે ‘ જાે રાતના સમયે ગાર્ડ સૂઈ ગયા હોય અને તકનો લાભ લઇ મેઈન ગેટથી ફરાર થઈ ગઇ હશે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડ્રમ ઉભા કર્યા હતા. ડીસીબી પોલીસના જવાનોએ પણ ડ્રમ પર ઉભા થઇને દિવાલ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પણ સફળ થયા ન હતા તો યુવતીઓ કેવી રીતે સફળ થઇ તે સવાલ પોલીસને મુંઝવી રહ્યો છે. ત્રણેવ યુવતીઓ આવી ત્યારેથી ગુમસુમ રહેતી હતી.
બંને બાંગ્લાદેશી યુવતીઓ હિન્દી ભાષા સમજતી ન હતી પણ બંગાળી યુવતી મોસમી ઉર્ફે મારમીન હિન્દી ભાષા સમજતી હતી. રાતના સમયે વારેઘડીએ મોટાભાગની મહિલાઓ વોશ રુમ જતી હોય છે એટલે વારેઘડીએ ઉઠવું ના પડે તે માટે રાતના સમયે હોલના દરવાજાને તાળું મારેલું ન હતું. જયારે હોલમાં ગઈ ત્યારે મને એવું લાગ્યું હતું કે ત્રણેવ યુવતીઓ સૂતી છે એટલે ઉઠાડી ન હતી પણ જયારે સવારે નાસ્તાનો સમય થયો ત્યારે તેમને ઉઠાડવા ગઈ ત્યારે પથારી એવી રીતે ગોઠવેલી હતી કે જાણે લાગે કે કોઈ સૂતું છે, ગોઠવેલી પથારી ઉઠાવતાં જ કોઈ ના જણાતાં સતાધીશોને જાણ કરી હતી. (ચોકીદાર અને આયા કોકિલાબેન રાઠોડે રેલવે પોલીસને આપેલા નિવેદનના આધારે)
Recent Comments