વડોદરા વાંદરાના કારણે બે લોકો બનાવમાં ડોક્ટર અને યુવતી સહિત બને મૃત્યું પામ્યા
વડોદરા વાંદરાના કારણે અકસ્માતના બે બનાવમાં ડોક્ટર યુવતી સહિત બે ને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ગોરવા પુષ્પક ટાઉનશિપમાં રહેતી વિધિ સંજયભાઇ ગાંધી બરોડા મેડિકલ કોલેજમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે. આજે સવારે સાડા આઠ વાગ્યે સયાજી હોસ્પિટલમાંથી નોકરી પૂરી કરીને તે ઘરે જઇ રહી હતી. કાલાઘોડાથી સેફ્રોન ટાવર તરફ જવાના રસ્તા પર કમાટીબાગ ગેટ નંબર – ૨ નજીક અચાનક વાંદરૃં કૂદીને આવતા વિધિ રસ્તા પર પટકાઇ હતી. તેને મોંઢા પર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના માનપુર વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષના જ્યંતિભાઇ ફુલાભાઇ વાઘેલા આજે બાઇક પર જતા હતા. તે સમયે સોખડા ગામ બસ સ્ટેન્ડ પાસે એક વાંદરૃં કૂદીને ઇલેક્ટ્રિક લાઇન પર પડતા તેઓ નીચે પટકાયા હતા. તેઓને વીજ કંરટ લાગતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
Recent Comments