fbpx
ગુજરાત

વડોદરા શહેરમાં કોરોના કેસો વધતા તંત્ર ચિંતામાં મૂકાયું

વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શુક્રવારે ૮૦૯૪ લોકોએ રસી મૂકાવી હતી. કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા રસીકરણના આંકડામાં બીજાે ડોઝ લેનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શુક્રવારે કુલ ૭૧૩૨ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાવ્યો હતો. આ સાથે શહેરમાં ફુલ્લી વેક્સિનેટેડ લોકોની ટકાવારી ૮૪.૫૫ થઈ છે. જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા પણ ૯૬૧ નોંધાઇ હતી. દિવાળીની રજાઓ બાદ કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે લોકો રસીના બંને ડોઝ મુકાવે તે માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઘર ઘર દસ્તક જેવી યોજનાઓનું અસરકારક રીતે અમલીકરણ કરાવી બીજા ડોઝનો બેકલોગ ઘટાડવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૮ કેસ આવ્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ, ગાજરાવાડી, સુભાનપુરા, અકોટા અને દિવાળીપુરા વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૨,૨૫૦ પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૭૧,૫૭૯ ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા ૪૫ કેસ નોંધાયા છે. જેને પગલે તંત્ર ચિંતામાં મૂકાયું છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૨૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૯૦ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૫૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૩૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૪૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૮૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેકુલ રસીકરણ ૨૭૯૧૯૯૧ આજનો રસીકરણ ૮૦૯૪ પ્રથમ ડોઝ ૧૫૧૫૩૫૫ ૧૦૦.૩૬% બીજાે ડોઝ ૧૨૭૬૬૩૮ ૮૪.૫૫%સતત બીજા દિવસે ૮ કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. જ્યારે સારવાર લઈ રહેલા ૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં ૪૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર ૩ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ૧ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts