બોલિવૂડ

વધુ આબાદી ધરાવતા દેશમાં મારું બાળક લાવવાની ઇચ્છા નથી : કવિતા કૌશલ


કવિતા કૌશલ ગત વર્ષ બિગ બોસના વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઇ હતી. આ શોમાં રૂબેના દિલેક સાથે ઝઘડા બાદ તેમણે શોને વચ્ચેથી છોડી દીધો હતો. સબ ટીવી શો હ્લૈંઇમાં ચંદ્રમુખી ચૌટાલાના રોલમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. કવિતાએ આપેલા આ નિવેદનના કારણે તે આજે ચર્ચામાં છે.ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકને સબ ટીવીના પોપ્યુલર શો હ્લૈંઇમાં ચંદ્રમુખી ચૌટાલાના રોલમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આજે પણ તેમને ફેન્સ તેમના કિરદારને યાદ કરે છે. હાલમાં કવિતાએ ઇ ટાઇમ્સમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન એક વાત કહીને સૌને ચોકાવી દીધા.તેમણે જણાવ્યું કે, તે ભારતમાં તેમના બાળકને જન્મ આપવા નથી માંગતી.

કવિતા કૌશલ તેના અક્કડ અંદાજ માટે જાણીતી છે. ૨૦૧૭માં તેમણે તેમના બોય ફ્રેન્ડ રોનિસ બિસ્વાસ સાથે લગ્ન કરી લીઘા. જ્યારે તેમને ફેમિલિ પ્લાનિંગની વાત પૂછવામાં આવતી તે આ સવાલનો જવાબ આપવાનું ટાળતી હતી. તાજેતરમાં જ તેમણે એક એવું નિવેદન આપ્યું છે. જેના કારણે તે ફરી એકવાર ચર્ચાંમાં છે. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે બાળકને લઇને તેમને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “મારૂં અને રોનિતનું ભારતમાં અમારો પરિવાર વધારવાનું કોઇ પ્લાનિંગ નથી, મારી પાસે એક બિલ્લી અને કૂતરો છે અને તે જ મારો પરિવાર છે મને વધુ આબાદી ધરાવતા દેશમાં મારું બાળક લાવવાની ઇચ્છા નથી” જાે કે આ પહેલી વખત નથી જ્યારે બાળકને લઇને તેમણે આવો જવાબ આપ્યો છે, આ પહેલા પણ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “હું મારા બાળક સાથે અન્યાય કરવા નથી માંગતી. જાે ૪૦ની ઉંમરમાં મારૂ બાળક આવશે તો તે ૨૦નું થશે ત્યાં સુધીમાં હું વૃદ્ધ થઇ જઇશ, હું નથી ઇચ્છતી કે ૨૦ વર્ષની નાની ઉંમરે મારૂં બાળક તેના માતા-પિતાની સારસંભાળમાં લાગી જાય”

Related Posts