રાષ્ટ્રીય

વધુ ૩૮૮૩ના મોત સાથે મૃત્યુઆંક ૨.૬૬ લાખએ પહોંચ્યો,દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩.૨૬ લાખ કેસ નોંધાયા,કોરોનાની બીજી લહેર શાંત થવા લાગી,

મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા, કોરોનાથી ૧૪ દિવસમાં જ ૫૦,૧૨૭ અને દોઢ મહિનામાં એક લાખથી વધુ મોત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ પર બ્રેક લાગી રહી છે. જ્યાં નવા કેસોના દૈનિક આંકડા ૪ લાખને પાર થતા હતા ત્યાં હવે સાડા ત્રણ લાખથી ઓછા આવી રહ્યા છે. દેશમાં હવે રોજ કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા કરતા રિકવરી કરનારની સંખ્યા વધુ થઈ ગઈ છે. શનિવારે(૧૫ મે)ના આંકડા મુજબ ભારતમાં કોવિડ-૧૯ના છેલ્લા ૨૪ કલાકમાં ૩,૨૬,૦૯૮ નવા કેસ સામે આવ્યા છે અને ૩,૫૩,૨૯૯ લાખ લોકો રિકવર થયા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૯૦ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી ૨,૬૬,૨૦૭ લોકોના મોત થયા છે.

ભારતમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા ૩૬,૭૩,૮૦૨ છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા ૨,૦૪,૩૨,૮૯૮ થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા ૨,૪૩,૭૨,૯૦૭ છે. દેશમાં અત્યાર સુધી ૧૮,૦૪,૫૭,૫૭૯ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૦૩,૬૨૫ લોકોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી (૧૪ મે) ૩૧,૩૦,૧૭,૧૯૩ લોકોના કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. વળી, એક દિવસમાં શુક્રવારે ૧૬,૯૩,૦૯૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯,૯૨૩ કોવિડ-૧૯ના નવા કેસ સામે આવ્યા છે અને ૫૩,૨૪૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. વળી, ૬૯૫ લોકોનો મોત ૨૪ કલાકમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી ૪૭,૦૭,૯૮૦ લોકો રિકવર થયા છે અને ૭૯,૫૫૨ લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા ૫,૧૯,૨૫૪ છે. જ્યારે તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૧,૮૯૨ નવા કેસ સામે આવ્યા છે અને ૨૮૮ લોકોના મોત થયા છે. ૨૦,૦૩૭ લોકો ૨૪ કલાકમાં રિકવર થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી ૧૭,૦૫૬ લોકોના મોત થયા છે. રાજ્યમાં ૧,૯૫,૩૩૯ સક્રિય કેસોની સંખ્યા છે.

તમિલનાડુમાં ૧૩,૧૮,૯૮૨ લોકો રિકવર થઈ ગયા છે. કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૪૧,૭૭૯ નવા કેસ સામે આવ્યા છે અને ૩૭૩ લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં ૩૫,૮૭૯ લોકો રિકવર થયા છે. કર્ણાટકમાં ૨૧,૦૮૫ લોકોના કોવિડથી અત્યાર સુધી મોત થયા છે. રાજ્યમાં ૫,૯૮,૬૦૫ સક્રિય કેસોની સંખ્યા છે. ૧૫,૧૦,૫૫૭ લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.

Related Posts