બોલિવૂડ

વર્ષ ૨૦૨૦ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા

દિલ્હીમાં યોજાયેલ ૬૮મા નેશનલ ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં ભારતીય સિને જગતના કલાકારોને નવાજવામાં આવ્યા હતા. બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને મૂળ ગુજરાતી એવા આશા પારેખને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સન્માનના ચિહ્ન તરીકે શાલ ઓઢાડી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ફિલ્મ ‘તાન્હાજી’ માટે અજય દેવગણને અને તમિલ ફિલ્મ સ્ટાર સૂર્યાને ફિલ્મ ‘સોરરાઈ પોટ્ટરુ’ માટે વર્ષ ૨૦૨૦ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ, સૂર્યાની પત્ની જ્યોતિકાને પણ ફિલ્મ ‘સોરરાઈ પોટ્ટરુ’ની પ્રોડટ્ઠ્યુસર તરીકે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મે ૫ એવોર્ડ મેળવી એક અનોખો રેકોર્ડ સર્જ્‌યો છે.

Related Posts