વૈશ્વિક કોરોના મહામારીમાં હાલ સૌ કોઈ પરેશાન છે ત્યારે કેટલાક લોકો એકબીજાની મદદગારી કરી માનવતા દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો આ મહામારીના સમયમાં પણ તકનો લાભ લઈ માનવતા નેવે મુકી રહ્યા છે. વલસાડ જિલ્લામાં માનવતા નેવે મુકાયાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.અહીંની એક ખાનગી હોસ્પિટલના સંચાલકો પર દર્દીના સંબંધીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. કોરોના દર્દીના મોત બાદ હોસ્પિટલના સંચાલકોએ પહેલા બીલની ચૂકવણી પછી જ મૃતદેહ સોંપવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સંબંધીઓ પાસે પુરતા પૈસા ના હોય હોસ્પિટલ સંચાલકોએ તેની કાર કબજામાં રાખી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
વાપીની જાણીતી ૨૧ સેન્ચુરી હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલા સરીગામના એક દર્દીને કોવિડના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામા આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું. દર્દીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામા હોસ્પિટલ સંચાલકોએ માનવતા નેવે મુકી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
મૃતકના પરિવારજનોનું માનીએ તો, ૨૧ સેન્ચુરી હોસ્પિટલના સંચાલકોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સોંપણી કરતા પહેલા હોસ્પિટલનું બાકી બીલ ચુકવવાનું કહ્યું હતું. અમારી પાસૈ પૂરતા પૈસા ના હોય અમે કહ્યું હતું કે, અમે પછી ચુકવી આપીશું. તો હોસ્પિટલના સંચાલકોએ અમારી પાસે જ કાર હતી તે ગીરો રાખવા કહ્યું હતું. અમારી કાર ગીરો રાખી લેતા અમારે ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે કોવિડની સારવાર દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ નિપજે તો તેમના પરિવારજનોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ સ્મશાનગૃહ પર અંતિમવિધિ થતી હોય છે. પરંતુ, આ બનાવમાં હોસ્પિટલ સંચાલકો તરફથી પરિવારજનોને જ મૃતદેહ સોંપી દેતા બેદરકારી સામે આવી છે.
વાપીમાં આવેલી ૨૧જં સેન્ચુરી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ પાસે બાકી બીલના નાણાના બદલામાં કાર ગીરો રાખવા માટે હોસ્પિટલના એમડી ડોકટર અક્ષય નાડકર્ણીએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે એક દર્દીને દાખલ કરવામા આવ્યું હતું. સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું. હાલ દર્દીના પરિવારજનોને કાર સોંપી દેવામા આવી છે.
Recent Comments