વલસાડ એલસીબીએ વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાંથી સાત મહિલાઓને દારૂની ૩૮૩ બોટલ સાથે ઝડપી પાડી
કોરોના મહામારી બાદ ટ્રેન વ્યવવાર સામાન્ય થતા રેલવે માર્ગે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સક્રિય બન્યા હોવાની બાતમી રેલવે એલસીબીને મળી હતી. જેના આધારે ચેક કરતા વિરાર-વલસાડ ટ્રેનમાંથી અતુલ અને વલસાડ વચ્ચે રનિંગ ટ્રેનમાંથી ૭ મહિલાઓને કુલ ૩૮૩ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. રેલવે એલસીબીની ટીમે નવસારી અને સુરતની કુલ ૭ મહિલા બુટલેગરોની ધરપકડ કરીને વલસાડ જીઆરપી પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રેલવે એલસીબીની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત વલસાડ જીઆરપી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, મુંબઇ અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર સામાન્ય થયા બાદ ટ્રેન માર્ગે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો વધુ સક્રિય થયા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે રેલવે એલસીબીની ટીમે વલસાડ-વાપી વચ્ચે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન મળેલી બાતમીના આધારે, વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાં વાપીથી કેટલીક મહિલાઓ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વલસાડ આવી અલગ અલગ ટ્રેનોમાં નવસારી અને સુરત ખાતે દારૂનો જથ્થો સપ્લાય કરતી હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે રેલવે એલસીબીની ટીમે વિરાર-વલસાડ લોકલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન એન્જિનથી ચોથા ડબ્બામાં કુલ ૭ મહિલાઓને ઇંગલિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.
૭ મહિલાઓ પાસેથી ૪૨,૫૦૦ની કિંમતનો ૩૮૩ બોટલ ઇંગલિશ દારૂનો જથ્થો અને ૫ મોબાઇલ મળી આવ્યા હતા. ૭ મહિલાઓની અટકાયત કરી, વલસાડ જીઆરપી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ી જાણ કરી હતી. જેથી ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી અજાણ્યા ઈસમની ઓળખ કરવાનો અને તેના વાલી વારસાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આવેલી સુગર ફેક્ટરી છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ૧૯ જાન્યુઆરીના રોજ સાંજે સુગર ફેક્ટરીના વોચમેને ફેક્ટરીમાં ચેક કરતા ફેક્ટરીની અંદર લોખંડના પીલર સાથે બાંધેલી હાલતમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. જેથી ફેક્ટરીના એકાઉન્ટન્ટને ઘટનાની જાણ કરી હતી.
જેને લઇ એકાઉન્ટન્ટે તાત્કાલિક સુગર ફેક્ટરી પાસે પહોંચી ચેક કરતા એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. બનાવ અંગે સુગર ફેક્ટરીના એકાઉન્ટન્ટે તાત્કાલિક ભીલાડ પોલીસને જાણ કરી હતી. જેથી ભીલાડ પોલીસે અજાણ્યા ઈસમની લાશનો કબજાે મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. ભીલાડ પોલીસ મથકે કંપનીના એકાઉન્ટન્ટે નોંધ કરાવી હતી. પોલીસે અજાણ્યા ઈસમની લાશનો ફોટો આજુબાજુના વિસ્તારના અગ્રણીઓને મોકલી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Recent Comments