fbpx
ગુજરાત

વસ્ત્રાપુર ખાતેથી ૨૫ દારૂની બોટલ સાથે ૩ ઈસ્મો ઝડપાયા

અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ કથિત રીતે ઓટોરિક્ષાની ડ્રાઈવર સીટ નીચે છુપાયેલા પોલાણમાં દારૂ સંતાડીને તેનો સપ્લાય કરી રહ્યા હતા. પોલીસને ગાડીમાંથી ભારતમાં બનાવેલી વિદેશી દારૂની ૨૫ બોટલો મળી આવી હતી. વસ્ત્રાપુરમાં પકડાયેલા આ ત્રણ વ્યક્તિઓની ઓળખ પોલીસ દ્વારા બલદેવ મકવાણા, અંકિત પરમાર અને કેવલ ચૌહાણ તરીકે આપવામાં આવી છે. આ ઘટનાની વિગતો આપતા ડિપાર્ટમેન્ટના કમ્પ્લેન હેડ કોન્સ્ટેબલ અને સ્ટેટ મોનીટરીંગ સેલ માટે કામ કરતા રમેશ મંગલ દ્વારા જણાવાયું હતું કે, તેમને સિંધુ ભવન રોડ બાયલેનમાં એક શંકાસ્પદ રિક્ષા અંગે સૂચના મળી, જેના કારણે આ આશંકા થઈ. આ બાદમી અને શંકાના આધારે પોલીસે વધુ તપાસ આગળ ધપાવી અને તપાસ દરમિયાન પોલીસને ડ્રાઇવરની સીટની નીચે એક લોક કરેલું બૉક્સ મળી આવતું હતું. આ બોક્સની તપાસ કરવા પોલીસે જ્યારે બોક્સનું લોક ખોલીને જાેયું તો તેમાં ઇન્ડિયન મેડ ફોરેન લીકર (આઈએમએફએલ) એટલે કે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૨૫ બોટલો મળી આવી હતી. આ તમામ બોટલો વસ્ત્રાપુર પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts