વાંકાનેરના તીથવા ગામ નજીકથી ટાવરમાંથી બેટરીના સેલ ચોરી થયાની ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામ નજીકથી ટાવરમાંથી બેટરીના સેલ ચોરી થયાની ફરિયાદ
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ કંપનીના ટાવરમાંથી બેટરીના ૪૮ સેલ ચોરી થઇ હોય જે બનાવ મામલે પોલીસે ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના લાલપર ગામના રહેવાસી અશોકભાઈ પાલજીભાઇ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તીથવા ગામ બહાર જડેશ્વર રોડ પર ફરિયાદીની દેખરેખ હેઠળના ઇન્ડઝ કંપનીના ટાવર આવેલ હોય જેની બેટરી બેકઅપના સેલ નંગ ૨૪ અને કોટડાનાયાણી ટાવરમાંથી બેટરી સેલ નંગ ૨૪ મળીને કુલ ૪૮ સેલ કીમત રૂ ૪૮,૦૦૦ ની ચોરી કરવામાં આવી છે જે ચોરીની ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપી પ્રકાશ દીપક ખીમસૂરીયા, કિરણ કલાભાઈ મકવાણા અને લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ મનસુખભાઈ ચૌહાણ એમ ત્રણ આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ચોરી કરનાર ત્રિપુટી અમરેલી પોલીસના હાથે ઝડપાઈ ચુકી હોય જેથી ચોરીના બનાવની ત્રણ માસ બાદ ફરિયાદ નોંધી પોલીસે ગુનો ડિટેકટ કરવાનો જશ ખાટવાનો પ્રયાસ કરી રહી છે
Recent Comments