અમરેલી

વાંકિયામાં સિનિયર સિટિઝન્સનને વેકસિન આપવા માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉઠા ભણાવાય છે.

વાંકિયા આરોગ્યક કેન્દ્ર્નાં તંત્રને સુવ્યીવસ્થિતત કરવા ડાયનેમિક ગૃપની આરોગ્યામંત્રીશ્રીને રજુઆત.

અમરેલી તાલુકાના વાંકિયા ગામે આસ-પાસના ગામોનું સંયુકત આરોગ્ય કેન્દ્રર હોવા છતા ગ્રામજનો તથા આસ-પાસના દર્દીઓને નાછૂટકે અમરેલીનો સહારો લેવો પડે છે. આખા કોરોનાકાળમાં કોઈપણ દર્દીને એન્ટિદજીન બતાવીને અમરેલી ધકેલી દઈને કોરોનાનાં શંકાસ્પેદ દર્દીઓનું નામ-જોગ લીસ્ટ જાહેર કરીને ગામમાં ભયનો માહોલ ઉભો કરીને એકપણ દર્દીને આરોગ્યે કેન્દ્રોમાં અંદર દાખલ કર્યા વગર ગમે તેને ગમે તે યઠા ભણાવી દેવાયેલ છે. વર્તમાન સમયે સિનિયર સિટિઝન્સમ પોતાને વેકિસનના બીજા ડોઝની તારીખનો મેસેજ લઈને જાય તો સ્પાષ્ટ કહી દેવામાં આવે છે કે તમારો વારો નથી.તમારા એક-બે માટે રજીસ્ટે્ રશન ના થાય તેવું કહીને બુઝર્ગ,વૃઘ્ધસ,અશકત સિનિયર સિટિઝન્સ‍ને ધરમનાં ધકકા ખવરાવવામાં આવે છે. કોઈ વધારે બોલે તો એવું કહી દેવામાં આવે છે કે,ઉપર રજુઆત કરો ??? સિનિયર સિટિઝન્સા,ગરીબ,મજુર અને મઘ્ય મવર્ગ કયાં ઉપર રજુઆત કરવા જાય ??? આરોગ્ય કેન્દ્ર માં બેડ-રૂમ બધી સુવિધા હોવા છતાં એકપણ દર્દીને દાખલ કેમ નથી કરવામાં આવતાં ??? બધા કર્મચારી નિયમિત છે ??? સવારના ૯:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી બધા હાજર હોય છે ??? કુલ કેટલા કર્મચારી છે ??? કયાં કર્મચારીની શું જવાબદારી છે ??? ઈમરજન્સીનમાં કોનો સંપર્ક કરીને કોની મદદ માંગવી ?? વિગેરે માહિતીનું બોર્ડ આરોગ્ય? કેન્દ્ર માં લગાવેલ છે ??? ગ્રામજનો પાસેથી વર્ષમાં પાંચ-પાંચ વખત પોતાના આધારકાર્ડ સહિતની માહિતી લેવામાં આવે છે ? ગ્રામજનોના સર્વેની માહિતી આરોગ્યદ કેન્દ્રલ મેઈનટેઈન કેમ નથી કરતું ??? ગ્રામજનોના આધારકાર્ડ વર્ષમાં પાંચ-પાંચ વખત બદલે છે ? વિગેરે સમસ્યાોનું નિરાકરણ લાવવા તાકીદે યોગ્યર કાર્યવાહી કરીને ઘટતું કરવા રાજયના આરોગ્યમમંત્રી તથા ઉપમુખ્યંમંત્રીશ્રી માન.નિતિનભાઈ પટેલને ડાયનેમિક ગૃપ દ્વારા ધારદાર રજુઆત કરાઈ છે, આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું્ હતું કે વાંકિયા તથા આસ-પાસના તમામ ગામોમા ગ્રામજનો,ગરીબ,લાચાર,મઘ્યહમવર્ગ વિગેરેને સરકારશ્રીની ઉદાર આરોગ્ય નિતિનો સંપૂર્ણ લાભ મળે તથા મસ-મોટા પગાર લઈને સિનિયર સિટિઝન્સન તથા દર્દીઓને પડતી મુશ્કે,લીનો અંત આવે તે માટે આરોગ્યગમંત્રીશ્રીને રજુઆત કરીને લોકોને ઘર-આંગણે જ તમામ પ્રકારની આરોગ્યમસેવાઓ પ્રાપ્તન થાય એ જ અમારો આશય છે

        .

Related Posts