ગુજરાત

વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨ મોકૂફઃ કોરોનાના કેસ વધતા ગુજરાત સરકારનો જનહિતમાં ર્નિણય

છેલ્લા ૧૫ દિવસમાં દેશ અને રાજ્ય માં વધતા કોરોના ના સંક્રમણ ને ધ્યાન માં લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ મોકૂફ રાખવાની ર્નિણય કર્યો છે. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ માં વિદેશીઓ માટે નાગરીકોના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદ- ગાંધીનગરને ઝાકમઝોળ કરી દેવાયુ હતુ. વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા ૨ મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનિલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ- છઝ્રજી મનોજ અગ્રવાલ અને સેક્રેટરી જયપ્રકાશ શિવહરે સહિત પાંચ સિનિયર ૈંછજી ઓફિસરો કોરોના પોઝિટીવ આવ્યા બાદ બુધવારે રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચૌધરીનો રિપોર્ટ પણ પોઝિટવ આવ્યો છે. જ્યારે પોતાના જ વિભાગના સેક્રેટરીઓના સંપર્કમાં રહેલા આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ અને મંત્રી કાર્યલાયમાં ૧૨થી વધુ અધિકારી- કર્મચારીઓના બુધવારે મોડી સાંજે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યો નથી. પરંતુ, બે દિવસમાં સચિવાલય સહિત ગાંધીનગરમાં ૩૫ જેટલા અધિકારી- કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. મહાત્મા મંદિર, એક્ઝિબિશનવાળા હેલિપેટ ગ્રાઉન્ડ આસપાસ મોટાપાયે રેપિડ એન્ટીજન અને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ શરૂ કર્યા છે.
ઉલ્લેખનિય છે કે મોઝામ્બિકના ડેલિગેશને ગુજરાતમાં આવવાની ના પાડી હતી. ગુજરાત સરકારે તો સત્તાવારપણે આ અંગે કોઈ ફોડ પાડયો નથી. પરંતુ, આતંરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોમાં મંગળવારે રાતે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને તેમના પત્ની ઈસૌરા કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યાની પુષ્ટી થતા ૧૦ જાન્યુઆરીએ તેમની આગેવાનીમાં ડેલિગેશન ગાંધીનગર નહિ આવે તે સ્પષ્ટ થઈ ચૂક્યુ હતુ.

અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં તેમને જીફઁ હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ ૨૦૨૧માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.
ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. જીફઁ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ ક્વોરન્ટાટાઈન કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરાઈ છે. મંત્રીઓએ કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતિ આપી છે.

Related Posts